મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક.

MANDIRNA OTALE BESAVA VISHE THODU આપણે જ્યારે પણમંદિરમાં જઈએ છીએ (?)તો દર્શન કર્યા પછીઆપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ (?) હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી .. પણ આપણી આવનારી પેઢી ને જરૂર શીખવજો. ત્યાં બેસીને બોલવાનો શ્લોક “ અનાયાસેન મરણમ્ …વિના દૈન્યેન જીવનમ્દેહાન્તે … More મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક.

મધ્યમવર્ગીય પરિવાર

રસ્તા માં તરબૂચ દુકાન માં જોઈ…મેં મારુ એક્ટિવા બાજુ ઉપર ઉભું રાખ્યું…અને ત્યાં ગયો હું વિચારતો હતો…આ સીઝન માં તરબચુ એક વખત પણ મારા પરિવાર માટે નથી લઈ ગયો…આખર તારીખ હતી…આગળ પગાર માં કેટલું મોડું થશે એ ખબર ન હતી….પણ સાથે સાથે વિચાર આવ્યો તરબૂચ ની સીઝન જતી રહેશે…તો.પરિવાર તો સમજુ છે..એ કોઈ દિવસ મને … More મધ્યમવર્ગીય પરિવાર

સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ?

જયારે એક ભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમણે એમ કહીને બધાને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે અને તે દિકરો મારી પત્નિની મને ભેટ છે. તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ … More સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ?

રા’ ગંગાજળીઓ-ઝવેરચંદ મેઘાણી-ભાગ-૧૯

Ra’ Gangajaliyo – Javerchand Meghani – Bhag-19 ફરી પરણ્યા – fari paranya વળતા દિવસે નાગાજણ ગઢવી રાજરજવાડાંમાં ભમીને ઊપરકોટ પર હાજર થયા. એના સમાચારમાં શ્વાસ નહોતો. ચિતોડના રાણા કુંભાજી એટલે રાજપૂતીનું શિરછત્ર. એના સર્વ ધમપછાડા ઉપર ગુજરાત અને માળવાની સયુંક્ત  સુલતાનીએ મીઠાં વાવી દીધાં હતાં. એણે ચારણને જવાબ વાળ્યો હતો કે સૌરાષ્ટ્રનાં દેવસ્થાનાંને લાગતી કોઈ … More રા’ ગંગાજળીઓ-ઝવેરચંદ મેઘાણી-ભાગ-૧૯

રા’ ગંગાજળીઓ-ઝવેરચંદ મેઘાણી-ભાગ-૧૮

Ra’ Gangajaliyo – Javerchand Meghani – Bhag-18 હાથીલાનો નાશ – Hathilano Nash.  ઊપરકોટના કાંગરા ઉપર કોડિયાંની દીપમાળા પેટાઈ હતી. મંદિરો ઠાકુરદ્વારાઓમાં રાજકીર્તિની ઈશ્વરપ્રાર્થના ગવાતી હતી. નગારાં ને ઝાલરો વાગતાં હતાં. બ્રાહ્મણો આશિર્વાદ દેતા હતા. અધરાતે તો પ્રજાજનોના માન સન્માનમાંથી માંડ માંડ પરવારીને રા’ માંડળિક દરબારમાં પહોંચ્યા. માંડળિક પોતાનાં વસ્ત્રો ઉતારતી કુંતાદેને વાત કહેતો હતો: ‘દેવડી, … More રા’ ગંગાજળીઓ-ઝવેરચંદ મેઘાણી-ભાગ-૧૮

ભેંશ ભાગોળે-ગિજુભાઈ બધેકા

Bhesh Bhagole – Gijjubhai Badheka ગામડું એવું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી. ગામના પટેલને થયું કે, ‘હું એક ભેંશ લઉં.’ જઈને પટલાણીને કહ્યું : ‘સાંભળ્યું કે ? – આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાંછૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને છાશ થાય તે … More ભેંશ ભાગોળે-ગિજુભાઈ બધેકા

રા’ ગંગાજળીઓ-ઝવેરચંદ મેઘાણી-ભાગ-૧૭

Ra’ Gangajaliyo – Javerchand Meghani – Bhag-17 નાગાજણ ગઢવી – Nagajan gadhavi ‘નાગાજણ! ભલે નાગાજણ!’ એવી વાહ વાહ આખી નવસોરઠમાં બોલતી હતી. મેણીઆ ગામના પાંચસો ચારણોમાંથી નસીબનો બળીઓ એક નાગાજણ નીકળી પડ્યો હતો. નાગાજણનાં તકદીરની ડગળી ફાટી પડી હતી. ઓહોહો! નાગાજણના હાથનો કસૂંબો રા’ પીવે, ત્યારે રા’નું સાચું સવાર પડે. રોજ પ્રભાતે ઉઠીને હંસલા ઘોડા પર … More રા’ ગંગાજળીઓ-ઝવેરચંદ મેઘાણી-ભાગ-૧૭

માની સાધના – અવંતિકા ગુણવંત

‘યુગાંક પહેલો આવ્યો… યુગાંક બોર્ડમાં પહેલો આવ્યો….!’ બારમા ધોરણનું પરિણામ હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓ સૌ ઉત્સુકતાથી નિશાળમાં ભેગાં થયાં હતાં. પરિણામ જાહેર કરાયું ને ચોમેર આનંદોલ્લાસના સુર ગાજી ઊઠ્યા. ‘યુગાંક… પ્રથમ…’ ઓહ… આ બે શબ્દો સાંભળવા, આ એક પળ માટે તો ઉષ્માબહેન છેલ્લા સોળ વરસથી મથી રહ્યાં હતાં. સોળ વર્ષનો પુરુષાર્થ. મા અને દીકરાની સોળ … More માની સાધના – અવંતિકા ગુણવંત

તારે શું જોઈએ છે ? – રવીન્દ્ર ઠાકોર

રોજ કરતાં આજે એ વહેલી ઊઠી. નાનાં શિશુનાં સૂર્યકિરણો હજી ડોકિયાં કરતાં હતાં. એણે કેલેન્ડરનું પાનું દીઠું અને મલકી ઊઠી. ડાઈનીંગ ટેબલ પર કૉફીનો મગ અને પ્યાલા મૂક્યા. બ્રેડબટર, ફ્રૂટ્સ અને નટ્સ પણ. ઘડિયાળે સાતના ટકોરા કર્યા. દાદરનાં પગથિયાં પર એણે પગરવ સાંભળ્યો. એણે રોમાંચ અનુભવ્યો. ‘રેખા, આજે તું વહેલી ઊઠી ગઈ કે શું ?’ … More તારે શું જોઈએ છે ? – રવીન્દ્ર ઠાકોર