List of loan Documents Required | લોન લેવામાં છેતરાશો નહી જોઇ લો આ જરૂરી ડોક્યુમેન્ટ

જિંદગીમાં આપણે મહેનત અને બચત કરીને પોતાની પહેલી પ્રોપટી ખરીદીએ છીએ, જે મકાન, દુકાન કે ફેક્ટરી કઈ પણ હોય. આમાં ઘણીવાર આપડે છેતરાય જઈએ કે થોડો વધારે ખર્ચો કરવો પડે છે અને વધારે હેરાન પણ થવું પડે છે, પ્રોપટી લેતા પહેલાં કઈ કઈ વસ્તુઓ ચેક કરવાની ? 

પહેલા જોઈએ તો આપણે જે મકાન લેવાના છીએ તે પહેલેથી મકાન નથી હોતું, ત્યાંની આખી કહાની હોય છે કે પહેલા ત્યાં વગડો હતો, જંગલ હતું, ખેતર હતું કે બંજર જમીન હોય એમાંથી આ બિલ્ડીંગ બન્યું છે કે પછી પ્લોટ પડ્યા છે, આ આખી કહાની ના પુરાવા આપણે જોવાના હોય છે.

પ્રોપટી લેતા પહેલાં કઈ કઈ વસ્તુઓ ચેક કરવી

(1) પ્લાનની બ્લુપ્રિન્ટ (plan blueprint) – જે પણ બિલ્ડર છે તેને બિલ્ડીંગ ના બાંધકામની મંજુરી લેવા માટે પ્લાન તૈયાર કર્યો હોય છે. આ પ્લાન ની 1 કોપી આપણે રાખી લેવાની સમજી લેવાની અને પ્રોપટી પર જઈને જોઈ લેવાનું પ્લાન મુજબ બાંધકામ છે કે નહીં. 

(2) કમેન્ટમેન્ટ સર્ટિફિકેટ (commencement certificate) – આ સર્ટિફિકેટ માં જે પ્રોજેક્ટ બિલ્ડરે મ્યુનિસિપાલટી કે ડેવલપમેન્ટ ઓથોરીટી માં જે પ્લાન સબમીટ કર્યો  તે પ્રોજેક્ટ પાસ થઈ ગયા પછી જ આગળ કામ ચાલુ કરી શકે, આ કમેન્ટમેન્ટ સર્ટિફિકેટ (commencement certificate) પણ જરૂરી છે. 

(૩) એન્વાયરમેન્ટ કલીયરન્સ (Environment Clearance) –  બિલ્ડરે જ્યરે પ્લાન તૈયાર કર્યો હોય એ પ્રોપર જમીન છે, એટલે કે ખેતીની જમીન પર બાંધકામ નથી કરેલ કે કોઈ પણ જંગલની જમીન માં બાંધકામ નથી કરેલ આના પાક્કા પુરાવા હોવા જોઈએ. 

(4) જે રાજ્યમાં બાંધકામ કર્યું હોય તે રાજ્યના પોલુસન બોર્ડની મંજૂરી પણ હોવી જોઈએ.

(5) હવે તમે જે પ્રોપટી લેવાના છો તેની માહિતી રેરાની વેબસાઈટ પરથી લઈ લેવાની, રેરા શું છે ? રેરા એ 2016 નો નવો આવેલો કાયદો છે, Real Estate (Regulation and Development) Act, 2016 આમાં દરેક નવી પ્રોપર્ટીનું RERA માં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, એટલે તમે જે બિલ્ડર પાસેથી પ્રોપર્ટી લો છો તેની માહિતી ચેક કરી શકો છો,  

RERA માં કેમ ચેક કરવું ?

REAR માં જોવું સાવ આસન છે, તમારે ગૂગલ માં REAR ટાઇપ કરવાનું પહેલી લિંક આવે એમાં જતું રેવાનું, RERA ની https://gujrera.gujarat.gov.in/ આ વેબસાઈટ પર તમે ડાયરેક્ટ જઈને પણ જોઈ શકો છો, 

આ RERA ચેક કરી લો પછી તમે પ્રોપટી લેવા માટે તૈયાર છો, એટલે તમારે એડવાન્સ કે બહાનું દેવા જાવ છો, આ ખુબ જરૂરી છે આ જે  એડવાન્સ આપો છો એને બહાનાખત અથવા એલોટમેન્ટ લેટર(allotment letter) પણ કહેવાય છે. આ દસ્તાવેજ જેટલુ જ જરૂરી ડોક્યુમેન્ટ છે. 

(6) અલોટમેન્ટ લેટર(allotment letter) પર તમને લોન મળે છે, 

એમાં શું લખવાનું હોય છે ? – તમે જેટલું પેમેન્ટ કર્યું છે તેની માહિતી, પેમેન્ટ સીડ્યુલ લખવાનુ ક્યારથી ક્યાં સુધી માં કેટલું પેમેન્ટ કરશો, કુલ રકમ નક્કી કરવાની જે એડવાન્સ તરીકે આપવાના છો, GST ભરવાનો થતો હોય તે, 

દસ્તાવેજ કરો છો, તો તમે પુરુષ ના નામે દસ્તાવેજ કરશો તો 5.9% ખર્ચો હોય છે જેમા સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ 4.9 % રજીસ્ટ્રેશન ફી (પુરુષ) 1% છે, પણ તમે મહિલા ના નામે પ્રોપટી લો તો  રજીસ્ટ્રેશન ફી (મહિલા) 0% હોય છે,  આ કોણ ચૂકવશે તે લખવાનું રહેશે. 

પેમેન્ટ ટર્મ્સ ચૂકવવાના, કઈ તારીખે પજેસન ક્યારે મળશે, કયા માળ ઉપર કે કય લાઇન માં તમને પ્રોપટી મળશે, પાર્કિંગ લીધું છે કે નય તે, મેનટેન્સ અગર તમે એડવાન્સ આપો છો તે બધું જ તમારે લખવી લેવાનું આ તમે જેટલું પાક્કું લખાવશો તેટલા તમે છેતરાશો નય. 

(7) કબજા પત્ર(possession letter) – પઝેશન લેટર માં તમને જે તારીખે પજેશન મળ્યું એની માહિતી હોય છે, જે તારીખે તમને ચાવી આપે છે બિલ્ડર કે બ્રોકર એની માહિતી, જો તમારે લોન લેવાની હોય તો ઓરીજનલ પઝેશન લેટર બેંકમાં આપવાનો હોય એટલે પઝેશન લેટર જરૂરી છે. 

(8) સમાપ્તિ પ્રમાણપત્ર(completion certificate)(bu permission) – જ્યારે બિલ્ડીંગ નું બાંધકામ પૂર્ણ થઈ જાય ત્યારે મ્યુનિસિપલ માંથી ફરીથી ચેક થાય છે કે જે પ્લાન પાસ થયા તે મુજબ બાંધકામ થયેલ છે. પછી સમાપ્તિ પ્રમાણપત્ર મળશે. આની 1 કોપી તમારી પાસે રાખવી જેથી ભવિષ્યમાં જરૂર પડે તો કામ આવે.

(9) ટાઈટલ ક્લીયર(title clear certificate) – જે પણ પ્રોપટી તમે  તેનું પૂરેપૂરું પેમેન્ટ કરતા પહેલા ટાઈટલ ક્લીયર કરવું જરૂરી છે. રિલીઝ સર્ટીફીકેટ (release certificate)  પણ કઈ શકાય, તમે જૂની પ્રોપટી લેતા હોવ તો જુના માલિકે તેની મિલકત ઉપર કોઈપણ લોન લીધેલ હોય તે લોન પૂરી ભરાયેલ છે કે નહિ તેનાં માટેનું રિલીઝ સર્ટીફીકેટ (release certificate) છે, પછી ટાઈટલ ક્લીયર કરવાનું હોય આમાં લોકો વકીલ દ્વારા છાપા એડ આપે અને 15 દિવસ ની રાહ જોવાની હોય છે, 15 દિવસ સુધી કોઇપણ વ્યક્તિ માલિકીનો ક્લેમ ના કરે તો ટાઈટલ ક્લીયર કહેવાય છે.

(10) ૭-૧૨ ના ઉતારા – આ ગ્રામ વિસ્તારમાં ખેતીવાડી ની જમીન માં વપરાય છે, જેમાં બધી માહિતી હોઈ છે કે આ  કોની જમીન હતી? કોની પાસે ગઈ? હાલ કોના નામે છે.

(11) પ્રોપટી કાર્ડ- શહેરી વિસ્તારની જમીન માં પ્રોપટી કાર્ડ હોય છે, જેમાં પ્રોપટી ની આખી માહિતી હોય છે,  કે આ  કોની જમીન હતી? કોની પાસે ગઈ? હાલ કોના નામે છે. તમારે એ જોવાનું કે તમે જેની પાસેથી પ્રોપટી લો છો તેના નામે હોવી જોઈએ. 

(12) રી-સેલ વળી પ્રોપટી લેતા હોવ તો પ્રોપટી ટેક્ષ ની રીસીપ્ટ લેવાની પ્રોપટી માલિક પાસેથી. 

(13) જૂની સોસાયટી કે જૂની સ્કીમ માં પહેલા શેર સર્ટીફીકેટ હોય તો પ્રોપટી માલિક પાસેથી શેર સર્ટિફિકેટ તમારા નામે ટ્રાન્સફર કરવાના. 

(14) જૂની સોસાયટીમાં NOC(No Objection Certificate) લેવું જરૂરી હોય છે, જેમાં તમારા નામે ટ્રાન્સફર થાય છે પ્રોપટી તેનો સોસાયટીને વાંધો નથી.

આટલી વસ્તુઓ તમે જોઈ લેશો તો તમને પ્રોપટી લેવામાં કોઈ પણ મુશ્કેલી નહીં પડે આસાનીથી છેતરાયા વગર પ્રોપટી લઈ શકશો.

વીડિયોમાં પૂરી માહિતી જોવા અહિ જોવો….

તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજાને પણ શેર કરજો, અને કોમેન્ટ કરી જરૂર જણાવશો કે આ માહિતી તમને કેવી લાગી ?

તમને બીજી કોઈ માહિતી જોતી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો. આભાર 🙂


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s