સુભાષચંદ્ર બોઝ – Subhash Chandra Bose

જન્મ અને કૌટુંબિક જીવન : નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.

પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.

પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું.

અભ્યાસ અને છાત્ર જીવન : બાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટક માં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈ સ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતાં. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુપ્ત દેશભક્તિ જાગૃત કરી.

25 વર્ષની ઉંમરમાં, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધ માં ઘર થી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂ ની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદ નું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતાં.

મહાવિદ્યાલય માં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ આવાજ ઉપાડવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજ ના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન નું ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતું. આ માટે સુભાષચંદ્ર બોઝ ના નેતૃત્વમાં મહાવિદ્યાલય માં હડ઼તાલ કરાઈ હતી.

૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવા ની પરીક્ષામાં સફલ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.

કારાવાસ : તેમના સાર્વજનિક જીવન માં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વરસ કારાવાસ માં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.

૧૯૨૫માં ગોપીનાથ સાહા નામના એક ક્રાંતિકારી કોલકાતાના પોલીસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટ ને મારવા માંગતા હતાં. તેણે ભૂલથી અર્નેસ્ટ ડે નામના એક વ્યાપારી ને મારી નાખ્યાં. આ માટે તેમને ફાંસીની સજા દેવાઈ. ગોપીનાથ ને ફાંસી થયા બાદ સુભાષબાબુ જોર થી રડ્યાં. તેમણે ગોપીનાથ નું શબ મંગાવી તેનું અંતિમસંસ્કાર કર્યું. આથી અંગ્રેજ સરકારે એવું નિષ્કર્ષ કર્યું કે સુભાષબાબુ જ્વલંત ક્રાંતિકારકો સાથે માત્ર સંબંધ જ નથી રાખતાં, પણ તેઓ જ તે ક્રાંતિકારીઓ નું સ્ફ્રૂર્તીસ્થાન છે. આ બહાને અંગ્રેજ સરકારે સુભાષબાબુ ને ગિરફતાર કર્યાં અને વગર કોઈ મુકદમો ચલાવી, તેમને અનિશ્ચિત કાલખંડ માટે મ્યાનમાર ની મંડાલે કારાગૃહમાં બંદી બનાવ્યાં.

૫ નવેમ્બર, ૧૯૨૫ કે દિવસે, દેશબંધૂ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવસાન પામ્યાં. સુભાષબાબુ એ તેમના મૃત્યુની ખબર મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી.

મંડાલે કારાગૃહમાં રહેતાં સમયે સુભાષબાબુની તબિયત બહુત ખરાબ થઈ ગયી. તેમને ટી.બી. થઈ ગયો. પરંતુ અંગ્રેજ સરકારે તો પણ તેમને છોડવા થી ઇનકાર કરી દીધો. સરકારે તેમને છોડી મુકવા માટે એ શરત રાખી કે તેઓ ઇલાજ માટે યુરોપ ચાલ્યાં જાય. પણ સરકારે એ તો સ્પષ્ટ ન કર્યું કે ઇલાજ બાદ તેઓ ભારત ક્યારે પાછા ફરી શકે. એટલા માટે સુભાષબાબુ એ આ શરત ન સ્વીકારી. છેવટે પરિસ્થિતી એટલી કઠોર થઈ ગઈ કે તેઓ કદાચ કારાવાસમાં જ મૃત્યુ પામત. અંગ્રેજ સરકાર આ ખતરો પણ ઉપાડવા માંગતી ન હતી, કે સુભાષબાબુનું કારાગૃહમાં મૃત્યૂ થઈ જાય. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યાં. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચાલ્યા ગયા.

૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતાં. ત્યારે તેમને કોલકાતા ના મહાપૌર (મેયર)તરીકે ચુંટી લેવામાં આવ્યાં. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.

૧૯૩૨માં સુભાષબાબુ ને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રખાયા ગયા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા.

યુરોપ પ્રવાસ : ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા.

યુરોપમાં સુભાષબાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખતા સમયે, પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. ત્યા તે ઇટલીના નેતા મુસોલિની ને મળ્યાં, જેમણે, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનુ વચન આપ્યું. આયરલૈંડના નેતા ડી વૅલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા.

જ્યારે સુભાષબાબુ યુરોપમાં હતા, ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂની પત્ની કમલા નેહરૂનું ઑસ્ટ્રિયામાં નિધન થઈ ગયુ. સુભાષબાબુ એ ત્યા જઈને પંડિત જવાહરલાલ નેહરૂને સાંત્વન આપ્યું.

ત્યાર બાદ સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યાં. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજી ના નેતૃત્વની બહુત ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બિમાર પડી ગયાં, ત્યારે સુભાષબાબુ એ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું.

વિઠ્ઠલભાઈ પટેલએ પોતાની વસિયતમાં પોતાની કરોડોની સંપત્તિ સુભાષબાબુના નામે કરી દીધી. પણ તેમના નિધન પશ્ચાત, તેમના ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એ આ વસિયત નો સ્વીકાર ન કર્યો અને તેમના પર અદાલતમાં મુકદમો ચલાવ્યો. આ મુકદમો જિતી, સરદાર વલ્લભ ભાઈ પટેલ એ તે સંપત્તી, ગાંધીજી ના હરિજન સેવા કાર્ય ને ભેંટ આપી દીધી.

૧૯૩૪માં સુભાષબાબુએ તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યાં. કરાંચીમાં તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકાર એ તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધાં.

હરીપુરા કાંગ્રેસ નું અધ્યક્ષપદ : 1938 માં કૉંગ્રેસ નું વાર્ષિક અધિવેશન હરિપુરા માં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન પહેલા ગાંધીજી એ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુ ની પસંદગી કરી. આ કૉંગ્રેસ નું ૫૧મું અધિવેશન હતું. તેથી કૉંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુનું સ્વાગત 51 બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું.

આ અધિવેશન મા સુભાષબાબૂ નુ અધ્યક્ષીય ભાષણ બહૂજ પ્રભાવી રહ્યુ. કોઇપણ ભારતીય રાજકીય વ્યક્તી એ કદાચ જ આટલુ પ્રભાવી ભાષણ કયારેય કર્યુ હશે.

પોતાના અધ્યક્ષપદ ના કાર્યકાળ મા સુભાષબાબૂ એ યોજના આયોગ ની સ્થાપના કરી હતી. પંડિત જવાહરલાલ નેહરૂ તેના અધ્યક્ષ હતા. સુભાષબાબૂ એ બેંગલોર મા મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યા ની અધ્યક્ષતા મા એક વિજ્ઞાન પરિષદ પણ લીધી હતી.

1937 મા જાપાન ને ચીન પર આક્રમણ કર્યુ. ત્યારે સુભાષબાબૂ ની અધ્યક્ષતા મા કાંગ્રેસે ચિની જનતા ની સહાયતા માટે, ડૉ દ્વારકાનાથ કોટણીસ ના નેતૃત્વ મા વૈદ્યકીય પથક મોકલવાનો નિણય લીધો. આગળ જઇને જ્યારે સુભાષબાબૂ એ ભારત ની સ્વતંત્રતા સંગ્રામ માટે જાપાન ને સહયોગ કર્યો, ત્યારે ઘણા લોકોએ તેમને જાપાન ના આધીન અને ફૅસિસ્ટ કહેવા લાગ્યા. પણ આ ઘટના થી આ સાબિત થાય છે કે સુભાષબાબૂ ના તો જાપાન ના આધીન હતા, કે નાતો ફૅસિસ્ટ વિચારધારા થી સહમત હ્તા.


કાંગ્રેસના અધ્યક્ષપદથી રાજીનામુ : ૧૯૩૮ માં ગાંધીજીએ કોંગ્રેસ ના અધ્યક્ષપદ માટે સુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજી ને સુભાષબાબુ ની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ ના વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબુરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલા લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા.

1939 મા જ્યારે નવા કાંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે સુભાષબાબૂ એવુ ઇચ્છતા હતા કિ કોઈ એવી વ્યક્તી અધ્યક્ષ બને, જે આ મામલા માં કોઇના દબાણ ના સામે ન ઝુકે. એવી કોઈ બીજી વ્યક્તી સામે ન આવતા, સુભાષબાબૂ એ પોતે કાંગ્રેસ અધ્યક્ષ બનવાનુ વિચાર્યુ . પણ ગાઁધીજી હવે તેમને અધ્યક્ષપદ થી હટાવા માંગતા હતા. ગાઁધીજી એ અધ્યક્ષપદ ના માટે પટ્ટાભી સિતારમૈય્યા ને પસંદ કર્યા. કવિવર્ય રવિંદ્રનાથ ઠાકૂરજી એ ગાઁધીજી ને પત્ર લખી સુભાષબાબૂ ને જ અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી. પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સહા જેવા વૈજ્ઞાનિક પણ સુભાષબાબૂ ને ફિર થી અધ્યક્ષ ના રૂપ માં જોવા ઈચ્છતા હતા. પણ ગાઁધીજી એ આ બાબતમાં કોઈની વાત ન સાંભળી. કોઈ પણ પ્રકારનુ સમાધાન ન થતા, ઘણા વરસો પછી , કાંગ્રેસ અધ્યક્ષપદ ના માટે ચુટણી થઈ.

બધા એમ માનતા હતા કે જો મહાત્મા ગાઁધી એ પટ્ટાભી સિતારમૈય્યા ને સાથ આપ્યો છે, માટે તેઓ ચુટણી સરળતાથી જીતી જશે. પણ, સુભાષબાબૂ ને ચુટણીમાં 1580 મત મળ્યા અને પટ્ટાભી સિતારમૈય્યા ને 1377 મત મળ્યા. ગાઁધીજી નો વિરોધ હોવા છતા સુભાષબાબૂ 203 મતોં થી આ ચુટણી જીતી ગયા.

પણ ચુટણી થી પણ સમાધાન ન થયુ. ગાઁધીજી એ પટ્ટાભી સિતારમૈય્યા ની હાર ને પોતાની હાર કહી, તેમણે પોતાના સાથીયોં ને કહી દીધુ કે જો તેઓ સુભાષબાબૂ કે તરિકોં સે સહમત નહીં હૈં, તો વેં કાંગ્રેસ સે હટ સકતેં હૈં. ઇસકે બાદ કાંગ્રેસ કાર્યકારિણી કે 14 મેં સે 12 સદસ્યોં ને ઇસ્તીફા દે દિયા. પંડિત જવાહરલાલ નેહરૂ તટસ્થ રહેં ઔર અકેલે શરદબાબૂ સુભાષબાબૂ કે સાથ બનેં રહેં.

1939 નું વાર્ષિક કાંગ્રેસ અધિવેશન ત્રિપુરામા થયું. આઅધિવેશન ના સમયે સુભાષબાબૂ તીવ્ર તાવથી બીમાર પડી ગયા હતા, કિ ઉન્હે સ્ટ્રેચર પર લેટકર અધિવેશન મેં આના પડા. ગાઁધીજી ઇસ અધિવેશન મેં ઉપસ્થિત નહીં રહે. ગાઁધીજી કે સાથીયોં ને સુભાષબાબૂ સે બિલ્કુલ સહકાર્ય નહીં દિયા.

અધિવેશન કે બાદ સુભાષબાબૂ ને સમઝોતે કે લિએ બહુત કોશિશ કી. લેકિન ગાઁધીજી ઔર ઉનકે સાથીયોં ને ઉનકી એક ન માની. પરિસ્થિતી ઐસી બન ગયી કિ સુભાષબાબૂ કુછ કામ હી ન કર પાએ. આખિર મેં તંગ આકર, 29 અપ્રૈલ, 1939 કો સુભાષબાબૂ ને કાંગ્રેસ અધ્યક્ષપદ સે ઇસ્તીફા દે દિયા.

નજરકૈદથી પલાયન : નજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેમણે ૫ઠાણનો વેશ ઘારણ કરીને મહમદ ઝીયાઉદ્દીનના નામથી પોલીસને છેતરીને પોતાના ઘરેથી ભાગી છુટ્યા. શરદબાબુના મોટા પુત્ર શિશિરએ તેમને પોતાની ગાડીમાં ગોમોહ સુધી પહોચાડ્યા. ગોમોહ રેલ્વે સ્ટેશનથી ફન્ટીયર મેલ વાંચીને તેઓ પેશાવર પહોચ્યા. પેશાવરમાં તેઓને ફોરવર્ડ બ્લોકના એક સહકારી મિયા અકબર શહા મળ્યા. મિયા અકબર શહાએ તેઓની મુલાકાત કીર્તિ કિશાન પાર્ટીના ભગતરામ તલવાર સાથે કરાવી. ભગત તલવારની સાથે સુભાષબાબુ પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા. આ સફરમાં ભગતરામ તલવાર રહમતખાન નામના પઠાણ અને સુભાષબાબુ એના બહેરા-મૂંગા કાકા બન્યા હતા. પહાડોમાં પગપાળા ચાલતા તેમણે આ સફર પૂર્ણ કરી.

કાબુલમાં સુભાષબાબુ બે મહિના સુધી ઉત્તમચંદ મલ્હોત્રા નામના એક ભારતીય વેપારીને ત્યાં રહયા. ત્યાં તેઓએ રૂસી વકીલાતમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ નાકામિયાબ થયા, તેથી તેઓએ જર્મન અને ઇટાલિયન વકીલાતોમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, જેમાં તેઓ ઇટાલિયન વકીલાતમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા. આખરે ઓર્લાદો માત્સુતા નામના ઇટાલિયન વ્યક્તિ બનીને કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.

ખોવાઇ જવુ અને મૃત્યુ ની ખબર : દ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાન ની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો.

૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.

23 અગસ્ત, 1945 ના રોજ જાપાન ની દોમેઈ ખબર સંસ્થા એ દુનિયા ને ખબર આપી, કે 18 અગસ્ત ૧૯૪૫ ના રોજ, નેતાજી નુ હવાઈ જહાજ તાઇવાન ની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા તેઓ ગભીર રીતે ઘાયલ થતા નેતાજી ને અસ્પતાલમા લઈ જવાયા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો.દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા . એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો , પણ તેઓ સફળ ન રહ્યા . પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી .

સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયો . બંને વખત એ નતિજો નીકળ્યો કે નેતાજી એ વિમાન દુર્ઘટના માંજ મારી ગયા હતા .પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી ,એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો , આ બંને આયોગોની વાતજ નહોતી કરેલી .

1999માં મનોજ કુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું . 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયો ન હતો . 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી , જેમાં એમને કહ્યું , કે નેતાજીની મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો .

18 ઓગસ્ટ , 1945ના દિન પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s