જેના વગર ના રહેવાય
મને હતું કે તેને શ્વાસ કહેવાય
પણ આજે ખબર પડી કે…
*તેને દોસ્ત કહેવાય*.


જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય
મને હતું કે તેને ઈશ્વર કહેવાય
પણ આજે ખબર પડી કે…
*તેને દોસ્ત કહેવાય*.


આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે
મને હતું કે તેને પડધો કહેવાય
પણ આજે ખબર પડી કે…
*તેને દોસ્તી કહેવાય*.


ફક્ત એક કોલ કરીયે ને આવી જાય
મને હતું કે તેને 108 કહેવાય
પણ આજે ખબર પડી કે…
*તેને દોસ્ત કહેવાય*.


very nice post.
LikeLiked by 1 person
Amazing! વાહ! દિલ ખુશ થઈ જાય એવી અને 110% સાચી લાગે એવી કવિતા…
LikeLiked by 1 person