વ્હાલી દીકરી યોજના

૨૦૧૯ માં ગુજરાત સરકારે વહાલી દીકરી યોજના લોન્ચ કરી હતી, જે યોજના માં તમારી દીકરીને 1લાખ 10 હાજર મળવા પાત્ર છે. 

  • કઈ રીતે રૂપિયા મળશે ?
  • કોને કોને આ યોજનાનો લાભ મળશે ?
  • કઈ રીતે યોજનામાં એપ્લીકેશન કરાય ?
  • આ બધી માહિતી આ લાવ્યાં છીએ.

આ યોજના દીકરીયોનો જન્મ દર વધારવા અને તેને મળતું ભણતર સુધારવા લોન્ચ કરી છે.

કઈ રીતે રૂપિયા મળશે ?

૩ હપ્તાથી મળશે 1 લાખ 10 હાજરની રકમ,

પહેલો હપ્તો દીકરીના પહેલાં ધોરણ માં આવતાં 4000 નો મળશે,

બીજો હપ્તો દીકરી નવામાં ધોરણ માં પહોંચે ત્યારે 6000 નો મળશે

ત્રીજો હપ્તો દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચશિક્ષણ અથવા લગ્ન માટે 1 લાખ મળશે.

કુલ 1લાખ 10 હાજર થયા.

કેમ આ યોજના લોન્ચ કરી છે ?

દીકરીનાં જન્મનું પ્રમાણ વધારવા – દીકરીના શિક્ષણને અધ-વચ્ચે છોડી દેવાનું પ્રમાણ ઘટાડવા – દીકરી અને સ્ત્રીઓ ના સશક્તિકરણ કરવાં માટે – બાળલગ્ન અટકાવવા માટે (આ મેન હેતું છે સરકારનો)

કોને કોને આ યોજનાનો લાભ મળશે ? 

2 ઓગસ્ટ, 2019  ના દિવસે કે તેનાં પછી જન્મેલી દીકરીઓ આ યોજનામાં લાભ લય શકાશે.

વધુમાં વધુ તમારી બે દીકરીઓને લાભ મળશે. ત્રીજી દીકરીએ આ લાભ નહી લય શકાય, કારણ કે બે સંતાન પછી તમારે સંતતિ નિયમનનું ઓપરેસન જરૂરી છે. 

પણ જો તમારે પહેલાં દીકરાનો જન્મ થયો હોય, અને પછી દીકરી નો જન્મ થશે તેને લાભ મળશે. પણ આમાં પણ સંતતિ નિયમનનાં ઓપરેસનનો પુરાવો આપવો જરૂરિ છે.

તમારે પહલાં દીકરો હોય અને બીજી જોડકી દીકરી હોય તો બન્ને દીકરીને આ લાભ મળશે. પણ આમાં પણ સંતતિ નિયમનનાં ઓપરેસનનો પુરાવો આપવો જરૂરિ છે.

દીકરીના જન્મ સમયે માતાની ઉમર 18 વર્ષથી વધારે હોવી જરૂરી છે.

દીકરીના માતા-પિતાની કુલ આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ, તોજ આ યોજનાનો લાભ મળશે.

કઈ રીતે યોજનામાં એપ્લીકેશન કરાય ?

વહાલી દીકરી યોજનાનાં ફોર્મ વિનામૂલ્યે ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરીમાં, આંગણવાડી કેદ્રો, CDPO(ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફીસર)કચેરીમાં મળશે.

જિલ્લાનાં મહિલા અને બાળ આધિકારીની મેઈન ઓથોરીટી રેશે જે નક્કી કરશેક તમારી અરજી મંજુર કરશે કે ના મંજુર કરશે. 

2 ઓગસ્ટ, 2019નાં કે તેનાં પછી જન્મેલી બાળકીઓ નાં જન્મના 1 વર્ષ ની અંદર અરજી કરવાની જરૂરી છે.

તમારું અરજી ફોર્મ ભરીને સેવા સેતુ અને જનસેવા કેન્દ્રમાં પણ સબમિટ  કરી શકો છો.

તમારી અરજી કર્યાનાં 45 દિવસ માં તમને જાણ કરી દેવામાં આવશે ક તમારી અરજી મંજુર થઇ છે. કે નામંજુર.

કયાં ક્યાં ડોક્યુમેન્ટ આપવાના

૧ તમારી દીકરીનાં જન્મનું પ્રમાણપત્ર.

૨ માતાનાં જન્મનું પ્રમાણપત્ર.

૩ માતા-પિતાનું આધારકાર્ડ.

૪ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર( જે તમારા મામલતદાર / તાલુકા વિકાસઅધીકારી / ચીફ ઓફિસર પાસેથી મળશે.)

૫ કુટુંબમાં જન્મેલાં અને હાયાત બાળકોનાં જન્મના પ્રમાણપત્ર આપવાનું રહેશે.

૬ જો તમારે બીજી દીકરી ની અરજી કરો છો, તો તમારે સંતતિ નિયમનના ઓપરેસનનું પ્રમાણપત્ર પણ આપવું પડશે.

૭ જે ઓફીસરને અરજી આપોછો તેને એફિડેવિટ(સોગંધનામું)પણ જમાં કરવાનું રહેશે.

ઓનલાઈન અરજીની પણ વાત છે, પણ હજી ઓનલાઈન અરજીઓ નીકોઇપણ પણ માહિતી આવેલ નથી જેવી  ઓનલાઈન અરજીઓ ચાલું થાશે કે તરત અમે તામને માહિતી આપીશું.

તમને વીડિયોમાં પણ માહિતી જોઇતી હાય તો આ begujrati અમારી યુટયુબ ચેનલ છે, જેમા તમને આવી નવી નવી માહિતી ના વીડિયો જોવા મળશે, તો અમારી યુટયુબ ચેનલ ને સૂસક્રાઇબ કરો અને તરત નવી માહિતી મેળવો


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s