કારણ વગર

જીવવું તો હતું, સાવ ભારણ વગર,
લપ બધી નોતરી, કોઇ કારણ વગર.

તું અધીરો ના થા, એ નથી મ્હોરતા,
કેસુડા ખાખરે, આમ ફાગણ વગર.

ને કંઇક તો હશે હેતુ તારો… તો પણ,
કાં તે માનવ ઘડ્યો, કોઇ તારણ વગર.

સાવ છોડી તું ઇજ્જત, ઉઘાડો ન થા,
લાશ પણ નીકળે છે ક્યાં, ખાપણ વગર.

નીખરે છે તું ખુબ, આયનામાં છતાં,
ચાંદ જચતો નથી, નભના આંગણ વગર.

Bina Shah

કારણ વગર


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s